________________
છબી
આવ્યો, પણ એક જણની અકારણ હૃદયહીનતાએ તેના સમસ્ત દેહ-મન ઉપર અજાણી રીતે કે મેટે આઘાત કર્યો હતો, એ વાત તે જ્યારે તે તાવથી પટકાઈ પડ્યા ત્યારે તેણે જાણું.
કેવી રીતે દિવસ અને રાત પસાર થઈ ગયાં તેનો ખ્યાલ તેને રહ્યો નહિ. ભાન આવતાં ઊઠી બેઠા થઈને જોયું તે એ દિવસ જ તેની મુદતનો છેલ્લે દિવસ હતો.
આજે છેલ્લે દિવસ હતો. પોતાના એકાંત ઓરડામાં બેસી મા-શોયે કલ્પનાજાળ ગૂ થી રહી હતી. તેના પિતાના અહંકારે વારંવાર ઘા ખા ખાઈને બીજા એક જણના અહેકારને છેક ગગનભેદી ઊંચે કરી મૂક્યો હતો. તે વિરાટ અહંકાર આજે તેના પગ આગળ પડી ધૂળભેગે થઈ જશે, એમાં તેને લેશ માત્ર સંશય ન હતા
એવે વખતે નેકરે આવી જણાવ્યું કે, નીચે બાચિન રાહ જુએ છે. માશોયે મનમાં ને મનમાં ક્રર હાસ્ય હસીને બોલી. “ જાણું છું.” તે પોતે પણ તેની જ રાહ જોતા હતી.
મા-શેયે નીચે આવતા જ બા–થિન ઊડી ઊભો થયો. પરંતુ તેને મુખ સામું જોતાં જ મા-શેની છાતી વીંધાઈ ગઈ. તેને પૈસા જોઈતા ન હતા. પૈસાને તે તેને ફૂટી બદામ જેટલેય લેભ નહોતો. પરંતુ તે જ પૈસાને કારણે કે ભયંકર અત્યાચાર પ્રવર્તી શકે છે, તે તેણે આજે અતારે જ જોયું. બા–થિને વાત ઉપાડી. તે બેલ્યો “ આજ સાત દિવસનો છેલ્લે દિવસ છે, તમારા પૈસા લાવ્યો છું ”
હાય રે ! માણસ મરવા પડે તે પગ અહંકાર છોડવા
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org