________________
છબી.
બા-થિન ઊંચું જોઈ શાંત કઠે બેલ્યો, “કદાચ તારાં સાડી–કબજા ઉપર કંઈ કરતાં લાગ્યો હશે, દારૂની ગંધની વાત હું બનાવટી કહેતા નથી.”
મા–શોયે વીજળીવેગે ઊઠી ઊભી થઈ બેલી, “તમે જેવા નીચ તેવા જ ઈર્ષાળુ છે, તેથી મારું વિના કારણ અપમાન કરે છે ! ઠીક, ભલે, મારાં સાડીકબજે તમારા ઘરમાંથી હું હમેશને માટે લઈ જાઉં છું.” એટલું બોલીને જવાબની રાહ જોયા વિના જ ઝડપથી ઓરડો છોડી ચાલી જતી હતી તેટલામાં બા–ચિન તેને પાછી બોલાવી પહેલાંની માફક જ ખામોશીથી બે, “મને નીચ કે ઈર્ષાળુ કેઈએ કદાપિ કહ્યું નથી. તું અચાનક બોટે રસ્તે જવા બેઠો એટલે જ તને મેં ચેતવી.”
મા-શેયે પાછી ફરી ઊભી રહીને બોલી, “ખેટે રસ્તે શી રીતે ગઈ?”
મારા મનને એમ લાગે છે.”
“બહુ સારું. તમારું મન તમારી પાસે રાખી મૂકજે. પણ જેના પિતા આશીર્વાદ મૂકીને ગયા છે, પોતાના સંતાન માટે અભિશાપ રાખીને ગયા નથી, તેની સાથે તમારા મનને મેળ નહિ ખાય.”
એટલું બોલીને તે ચાલી ગઈ. પરંતુ બા-થિન સ્થિર થઈ બેસી રહ્યો. ગમે તે કારણે કઈ પણ બીજાને આમ મર્માઘાત કરી શકે, આટલે બધે પ્રેમ એક દિવસમાં જ આમ આવું કાતિલ વિષ બની જાય, એવું તે કપી પણ ન શક્યો.
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org