________________
[ ગફુર બોલ્યો, “જરા ઓસામણ આપ તો મા, એકવાર આ ભુખાળવાને પાઈ આવું.” આ “ઓસામણ તો નથી, બાબા, હાંલ્લીમાં જ ગયું છે.” - “ નથી ?ગફુર ચૂપ રહ્યો. દુઃખના દહાડામાં એટલું પણ નકામું જવા દેવાય નહિ એ આ દશ વરસની છોકરી પણ સમજતી હતી. હાથ ધોઈ તે ઓરડાની અંદર જઈ ઊભો રહ્યો. એક પિત્તળની થાળીમાં પિતાનું ભોજન પીરસી દઈ પુત્રીએ પોતાને માટે એક માટીના શાણુકામાં ભાત પીરસ્યો છે, ટીકી ટીકીને જોઈને ગફુર ધીરે ધીરે બે, “અમીના, મને ડીલે ફરી ટાઢ ચડવા માંડી છે, મા, તાવલે શરીરે ખવાથી શું ફાયદે !”
અમીના ઉદ્વિગ્ન મુખે બોલી, “પરંતુ ત્યારે તે કહેતા હતા ખૂબ ભૂખ લાગી છે !”
"ત્યારે ? ત્યારે કદાચ તાવ નહિ હોય, મા.” “એમ હોય તે ઢાંકી રાખું, સાંજે ખાજે.”
ગફુર માથું હલાવી બે, “પરંતુ ટાઢ ભાત ખાઉં તે તબિયત વધારે બગડે, અમીના.”
અમોનાએ કહ્યું, “તે પછી ?”
ગફૂરે કેટલોય જાણે વિચાર કરી અચાનક એ કેયડાને ઉકેલ આણી દીધે; તે બોલ્યો, “એક કામ કરને, મા. નહિ તે મહેશને જ મૂકી આવે, પછી રાતના અને એકાદ મૂઠી ફરી
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org