________________
મુકદમાનું ફળ
શિવુ વિસ્મયથી દિમૂઢ થઈ જઈ માત્ર બોલ્યો, “તારું શું મગજ ખસી ગયું છે ?”
તે દિવસે સાંજ પડયા બાદ પાંચ કચેરીમાંથી પાછા આવી શાંતિથી ધપ કરતે બેસી પડ્યો. શિવુ બળદ માટે પૂળા કાપતો હતો, અંધારામાં તેના મોં અને આંખ ઉપરનું ગુપ્ત હાસ્ય તે જોઈ શક્યો નહિ, ભયથી પૂછવા લાગે, “શું થયું ?”
પાંચે ગભીરતા સાથે જરા હસી બે, “પાંચુ હોય ત્યાં જે થાય તે જ ! વારંટ કઢાવ્યું ત્યારે આવ્યો છું. હવે તે ક્યાં છે એટલું જાણીએ એટલે થયું.”
શિવને કે જાણે એક પ્રકારની જીદ ચડી ગઈ હતી. તે બોલ્યો, “ગમે તેટલું ખરચ થાય, છોકરાને પકડવો જ છે. તેને જેલમાં પુરાવું ત્યાર બાદ મારે બીજું કામ હાથ લેવું. પછી બંને મળી વિવિધ ઘાટ ઘડવા લાગ્યા. પરંતુ રાતના અગિયાર વાગી ગયા છતાં અંદરથી વાળનું તેડું આવ્યું નહિ એ જોઈ શિવુએ આશ્ચર્ય પામી રસોડામાં જઈ જોયું તે અંદર અંધારું.”
સૂવાના ઓરડામાં જઈને જોયું તો સ્ત્રી જમીન ઉપર સૂતી છે.
શિવએ બરાડ પાડી પૂછયું, “હજુ રાંધ્યું નથી ?”
ગંગામણિએ કહ્યું, “ના. મારું શરીર સારું નથી, આજ મારાથી રંધાશે નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org