________________
છબી
વાત સાંભળી ગુસ્સે થઈ સ્ત્રીને કહ્યું, “ તું ચૂપ બેસી રહી? એક શબ્દ પણ બેલી નહિ ? ”
શિવુની સ્ત્રીએ કહ્યું, “ના.”
શિવુએ કહ્યું, “હું ઘેર હોત તે રાંડને સારી પેઠે સાવરણું સાવરણએ મારીને કાઢત.”
તેની સ્ત્રી બોલી, “એમ હોય તો આજથી ઘરમાં જ બેસી રહે, હવે ક્યાંય ફરતા ફરશે નહિ.” એટલું કહી તે પિતાને કામે ચાલી ગઈ.
એક દિવસ બપોરે શિવુ ઘરમાં ન હતો. શંભુ આવી વાંસના ઝાડમાંથી કેટલાક વાંસ કાપી લઈ ગયે. અવાજ સાંભળી શિવની સ્ત્રીએ બહાર આવી પિતાની આંખે બધું જોયું, પરંતુ રોકવાની વાત તો દૂર રહી, આજ તે સરસી પણ આવી નહિ, ચૂપકીથી ઘરમાં પાછી ચાલી ગઈ. બેએક દિવસ બાદ ખબર સાંભળી શિવ ફૂંફાડા મારવા લાગ્યો, સ્ત્રીને આવી કહ્યું, “ તારા કાન શું બળી ગયા છે? ઘરની પાસે થઈને તે વાંસ કાપી ગયો અને તેને ખબર પડી નહિ ?”
તેની સ્ત્રીએ કહ્યું, “ખબર કેમ ન પડે ? મેં નજરે તો બધું દેખ્યું છે!”
શિવુ ગુસ્સે થઈ બેલ્યો, “ત્યારે મને તે જણાવ્યું કેમ નહિ?”
ગંગામણિ બેલી, “જણાવવાનું શું હતું? વાંસનું ઝાડ શું તમારા એકલાનું છે? દિયરજીનો તેમાં ભાગ નથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org