________________
છબી
આજ્ઞાવાને મંત્ર જરથી વારંવાર જપવા માંડ્યો. ચારે બાજુ ભીડ જામી ગઈ. તથા એ ગાળામાં જ્યાં જેટલા ઇલમી માણસે હતા, તે બધાને ખબર આપવા માટે ચારે દિશાએ માણસો દેડી ગયાં. વિલાસીના બાપને પણ ખબર આપવા માણસ ગયું.
મારા મંત્ર જપવાને તો હવે તાગ ન હતો, પરંતુ કાંઈ ફેર પડતો હોય એમ લાગ્યું નહિ. તે પણ જપ તે એકસરખે જ ચાલવા લાગ્યા. પરંતુ પંદરવીસ મિનિટ થતાં જ જ્યારે મૃત્યુંજયે એકવાર ઊલટી કરીને નાકમાંથી બોલવાનું શરૂ કરી દીધું, ત્યારે વિલાસી જમીન ઉપર સીધી પછાડ ખાઈને પડી. હું પણ સમજો કે મારી વિષહરિની આણ હવે કામ નહિ આવે.
પાસેના બીજા પણ બે ચાર ઉસ્તાદ આવી પહોંચ્યા. અમે કોઈવાર તો એકીસાથે તે કઈવાર જુદા જુદા તેત્રીસ કરોડ દેવદેવીની આણ દેવા લાગ્યા. પરંતુ કેરે આણું માની નહિ. રોગીની અવસ્થા ધીરે ધીરે બગડતી જ ચાલી. જ્યારે માલૂમ પડયું કે સીધી વાત કર્યો નહિ ચાલે, ત્યારે ત્રણચાર જણ ભૂવા-ભાથીઓએ ભેગા થઈ ઝેરને એવી તે ન બેલાય, ન સંભળાય એવી ગાળો ભાંડવા માંડી, કે જે ઝેરને કાન હેત તે તે મૃત્યુંજયને તે શું પણ તે દિવસે દેશ છોડીને ભાગી જાત. પરંતુ કશાથી કશું વળ્યું નહિ. બીજા અર્ધા કલાક સુધી ધમપછાડા કર્યા બાદ રોગીએ તેનાં બાપ–માએ આપેલું મૃત્યુંજય નામ તથા તેના સસરાએ આપેલ મંત્ર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org