________________
વિલાસી
ઔષધિઓ બધાંને ખોટાં પાડીને આ દુનિયાની લીલા પૂરી કરી. વિલાસી તેના સ્વામીનું માથું ખોળામાં લઈને બેઠી હતી, તે જાણે બિલકુલ પથ્થર બની ગઈ
જવા દો, તેના દુઃખની કહાણી વધારે નહિ લંબાવું. ફક્ત એટલું કહીને પતાવું છું કે તેને જીવન એટલું અકારું થઈ પડ્યું હતું કે તે સાત દિવસથી વધુ જીવી નહ. મને માત્ર એક દિવસ કહી ગઈ, “મહારાજ, મારા માથાના સોગંદ, આ ધંધો તમે હવે કદી કરતા નહિ.”
મારું માદળિયું અને કવચ તે મૃત્યુંજયની સાથે સાથે જ કબરમાં ગયાં હતાં, બાકી હતી માત્ર વિષહરિની આજ્ઞા. પરંતુ તે આજ્ઞા કંઈ મેજિસ્ટ્રેટ સાહેબની આજ્ઞા ન હતી, અને સાપનું ઝેર એ કંઈ બંગાળીનું ઝેર ન હતું, એ હું પણ સમજી ગયા હતા.
એક દિવસ ત્યાં ગયો તે ખબર મળી–ઘરમાં કાંઈ ઝેરની ખેટ નહાતી–વિલાસીએ આત્મહત્યા કરી હતી, અને શાસ્ત્ર પ્રમાણે તે નક્કી નરકે ગઈ હતી. પરંતુ ગમે ત્યાં ગઈ હોય મને પોતાને જ્યારે જવાને સમય આવશે ત્યારે એ પ્રકારના કોઈ એકાદ નરકમાં જવાનું થતાં પાછા પગ નહિ કરું, એટલું માત્ર કહી શકું છું.
કાકા-મહાશય સોળે આના આંબાવાડિયું કબજે કરી લઈ અત્યંત શાણે માણસની પેઠે ચારે કેર કહેતા ફરવા લાગ્યા કે તેને જે કમોતે મત ન થાય તે થાય તેનું ? પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org