________________
છબી માણસ એવી એક નહિ પણ દસ ભલે ને કરતે, તેમાં કંઈ જતું રહેતું નથી, બહુ તો થઈ થઈને જરા બદનામ થાય. પરંતુ તેના હાથને ભાત શું મરવા ખાધો ? જાતે તે મર્યો અને મારું પણ માથું નીચું કરતો ગયો. ના પાપે એક પૂળો આગ, ના પાપે એકે પિંડ, ના થયું કંઈ જમાડવા-ખાવાનું.
ગામના લેકે એકેઅવાજે કહેવા લાગ્યા,–એમાં વળી સંદેહ શો ? અન્નપાપ ! બાપ રે ! એનું તે કંઈ પ્રાયશ્ચિત્ત હોય ?
વિલાસીની આત્મહત્યા પણ ઘણું જણને મન મશ્કરીને વિષય થઈ પડી. મને ઘણીવાર વિચાર આવે છે, કે એ અપરાધ કદાચ એ બંને જણે કર્યો હશે, પરંતુ મૃત્યુંજય તે ગામડાને જ છેક હતા, ગામડામાં જ ઊછરીને મેટ થયેલ હતા; તોપણ જે વસ્તુએ તેને આટલું મોટું દુઃસાહસ કરવા પ્રવૃત્ત કર્યો, તે વસ્તુ કદી કોઈની આંખે જ નહિ ચડી ?
મને લાગે છે, કે જે દેશનાં સ્ત્રીપુરુષની અંદર પરસ્પર હદય જીતીને લગ્ન કરવાનો રિવાજ નથી, બલકે એ નિંદાને વિષય છે; જે દેશનાં નરનારી આશા કરવાના સૌભાગ્યથી કે આકાંક્ષા સેવવાના ભયંકર આનંદથી સદા સાટે વંચિત છે; જેમને વિજયનું અભિમાન કે પરાજયની વ્યથા જીવનમાં એકવાર પણ અનુભવવાં પડતાં નથી; જેમને ભૂલ કરવાનું દુઃખ કે ભૂલ ન કરવાને સતેષ એ કશાની બલા જ નથી; જેમના પ્રાચીન તેમજ બહુદર્શી બુદ્ધિશાળી સમાજે સર્વ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org