________________
વિલાસી
હંગામામાંથી અત્યંત સાવચેતીથી દેશના લોકોને બચાવી લઈ આખી જિંદગી કેવળ સુરક્ષિતતામાં રહેવાની જ વ્યવસ્થા કરી આપી છે, જેથી કરીને લગ્ન એ વસ્તુ જેમને મન કેવળ કરાર છે–ભલેને પછી વૈદિક મંત્રો વડે તે કરારનામું ગમે તેટલું પાકું કરેલું હોય – તે દેશના લોકોની મગદૂર નથી કે તેઓ મૃત્યું. જયના અન્નપાપનું કારણ સમજી શકે. વિલાસીને જેઓએ પરિહાસ કર્યો હતો, તેઓ બધાં સાધુ ગૃહસ્થ તથા સાધ્વી ગૃહિણીઓ હતાં. તેઓ બધાંયને અક્ષય સતાલેક મળશે તે પણ હું જાણું છું. પરંતુ શેખ ગારુડીની દીકરી જ્યારે એક માંદા પથારીવશ માણસને અણુએ અણુએ છતતી હતી, ત્યારે તેના તે વખતના ગૌરવને કણમાત્ર પણ કદાચ આજેય તેઓમાંથી કઈ આંખે જેવા પામ્યાં નહિ હોય. મૃત્યુંજય ભલે એક તદ્દન તુચ્છ માણસ હોય, પરંતુ તેનું હૃદય જીતી કબજે કરવાને આનંદ તુચ્છ ન હતો; તે સંપત્તિ જેવી તેવી ન હતી.
આ વસ્તુ જ આ દેશના લોકો માટે સમજવી કઠણ છે. હું ભૂદેવ બાબુનાઝ “પારિવારિક પ્રબંધ ને પણ દોષ દેતો નથી, તેમજ શાસ્ત્રીય તથા સામાજિક વિધિવ્યવસ્થાની પણ નિંદા કરતું નથી. એવી નિંદા કરવા જતાં જ મેઢા ઉપર કડક જવાબ આપી જેઓ બોલે છે કે આ હિંદુ સમાજ
x ભૂદેવ મુખપાધ્યાય બંગાળાના પ્રખ્યાત નિબંધકાર થઈ ગયા. પારિવારિક પ્રબંધ” એમના લખેલા પુસ્તકનું નામ છે. એમાં કૌટુંબિક વિષયની ચર્ચા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org