________________
છબી તેની ભૂલ વગરની વિધિવ્યવસ્થાને જે રે જ આટલા સૈકાની આટઆટલી ઊથલપાથલની વચ્ચે ટકી શક્યા છે, તે લેકે પ્રત્યે પણ મને અતિશય ભક્તિ છે; જવાબમાં હું કદી કહેવાનું નથી કે ટકી રહેવું એમાં જ એકમાત્ર સાર્થકતા નથી; અને અતિકાયહસ્તીઝ લેપ પામે છે, પરંતુ વંદે ટકી રહ્યો છે. હું ફક્ત એટલું જ કહીશ કે પૈસાદાર લેકના કહાનકુંવરની પેઠે રાતદિવસ નજર સામે તથા ખોળાની અંદર જ રાખવાથી સમાજ સારો સચવાય તેમાં કાંઈ જ સંદેહ નથી, પરંતુ છેક વંદાની પેઠે બચાવી રાખવા કરતાં એક અધઘડી ખેળામાંથી નીચે ઉતારી બીજાં ઘણું માણસની પેઠે બેએક પગલાં ભરવા દેવાથી પણ પ્રાયશ્ચિત્ત કરવું પડે એવું પાપ નહિ થઈ જાય.
* બહુ જૂના સમયનું અને ખૂબ મોટું પ્રાણી, જેમાં માત્ર ઢાંછવાયાં હાડકાંના અવશેષ મળી આવે છે.
Ge
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org