________________
છબી
મક વ્યક્તિ
પતાવી ન હતી. મા
ગૃહિણી પચાસ વર્ષ બાદ ફરી એકવાર નવેસરથી તેના સ્વામીને ઘેર સિધાવતી ન હોય! વૃદ્ધ મુખોપાધ્યાય શાંતમુખે તેમની લાંબા વખતની સહચરીને છેલી વિદાય આપી કેઈ ન જુએ તેમ આંખનાં બે એક ટીપાં આંસુ લૂછી શકાતુર દીકરીઓ અને વહુઓને સાંત્વન દેવા લાગ્યા. પ્રબળ “હરિ ધ્વનિથી. પ્રભાતનું આકાશ ગજાવતું ગજાવતું આખું ગામ સાથે સાથે ચાલ્યું. બીજી એક વ્યક્તિ જરા દૂર રહી આ ટોળા સાથે ચાલવા લાગી. તે કાંગાલીની મા. તે પિતાની ઝુંપડીના આંગણુનાં ચેડાં વેંગણું લઈ એ જ રસ્તે હાટમાં જતી હતી. આ દશ્ય જોયા પછી તેના આગળથી ખસાયું નહિ. તે હાટમાં જવાનું ભૂલી ગઈ અને છેડે વેંગણ બાંધવાનું ભૂલી ગઈ, તે આંખના આંસુ લૂછતી લૂછતી બધાની પાછળ સ્મશાને આવી પહોંચી. ગામને એક છેડે, ગરુડ નદીને કિનારે સ્મશાન હતું, તે જગાએ પહેલા પહેરથી જ લાકડાંને ખડકલે, ચંદનના ટુકડા, ઘી, મધ, ધૂપ, લેબાન વગેરે સામગ્રી એકઠી કરવામાં આવી હતી. કાંગલીની મા હલકી જાતની હતી. ભાઈની દીકરી, એટલે પાસે જવાની હિંમત કરી શકી નહિ. દૂર એક ઊંચી ટેકરી ઉપર ઊભી ઊભી બધી અંત્યેષ્ટિ ક્રિયા પહેલેથી. છેવટ સુધી ઉત્સુક્તાથી ધારી ધારીને આંખ ફાડીને જેવા લાગી. ખાસી વિશાળ ચિતા ઉપર જ્યારે શબ ગોઠવવામાં આવ્યું, ત્યારે તેને રંગેલા બે પગ જોઈ તેની આંખો તૃપ્ત થઈ ગઈ, તથા તેને મનમાં થયું કે દોડી જઈને સહેજ અળતા લૂછી લઈ માથા ઉપર ચડાવું. અનેક કંઠમાંથી નીકળતા હરિ’
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org