________________
અભાગીનું સ્વર્ગ ધ્વનિ સાથે પુત્રને હાથે મંત્રપૂત અગ્નિ ચિતામાં મુકાયા ત્યારે તેની આંખમાંથી દડદડ કરતું પાણી ટપકવા લાગ્યું. તે મનમાં ને મનમાં વારંવાર બોલવા લાગી, “ ભાગ્યવંતાં મા, તમે સરગે જાઓ છો, –મને પણ આશીર્વાદ દેતાં જાઓ કે હું પણ એ જ પ્રમાણે કાંગાલીના હાથની આગ પામું.” દીકરાને હાથે આગ ! એ કંઈ સહેલી વાત નથી. એક સ્ત્રીને સ્વામી, પુત્રકન્યા, પૌત્ર-પૌત્રી, દાસ-દાસી, પરિજન, આ સંસાર ઊજળા રાખી આમ સ્વર્ગે જતી જોઈ, તેની છાતી ફુલાઈ જવા લાગી – આ સાભાગ્યની તેનાથી જાણે મર્યાદા આંકી શકાતી નહોતી. તરતની સળગેલી ચિતાને ગેટેગેટ નીકળતે ધુમાડે નીલ રંગની છાયા ફેલાવતે, ગૂંછળું વળતે વળતે આકાશમાં ઊંચે ચડવા લાગ્યો. કાંગાલીની મા તેમાં એક નાનું સરખે રથ જાણે સ્પષ્ટ જેવા લાગી. તેની બાજુએ ઉપર જાણે કેટલાંય ચિત્ર ચીતરેલાં છે. તેના શિખર ઉપર જાણે કેટલીય વેલનાં પાંદડાં બાંધેલાં છે. અંદર જાણે કઈક બેઠેલું છે, તેનું મેં ઓળખી શકાતું નથી, પરંતુ તેના સંચામાં સિંદૂરની રેખા છે, પગનાં બે તળિયાં અળતાથી રંગેલાં છે. ઊંચી નજરે જોતાં જોતાં કાંગાલીની માની બંને આંખમાંથી આંસુની ધારા વહેતી હતી; એવામાં એક ચૌદપંદરેક વર્ષને છોકરો તેના પાલવને ખેંચી બે, “અહીં તું ઊભી રહી છે મા, તે ભાત રાંધો નથી ?”
માએ ચમકી પાછી ફરી જોઈને કહ્યું, “રાંધું છું, અરે હમણાં હવે.” અચાનક ઊંચે આંગળી કરી વ્યગ્ર સ્વરે બેલી,
જે જે, બેટા,બામણુ–મા પેલા રથમાં બેસી સરગે જાય છે!”
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org