________________
અભાગીના જીવન-નાટ્યને છેલ્લો અંક પૂરું થવા આવ્યું. વિસ્તાર કંઈ વધુ ન હતો, સામાન્ય જ. ત્રીશેક વર્ષ આજે પણ પૂરાં થયાં હોય કે ન થયાં હેય; અંત પણ તે સામાન્ય રીતે જ આવ્યું. ગામમાં વૈદ્ય હતા નહિ, બીજા ગામમાં તેમનું ઘર હતું. કાંગાલી જઈ રે-કકળ કરી પગે પડ, અંતે ગાગર સાનમાં મૂકી તેમને એક રૂપિયો સલામી આપી. વૈદ્યરાજ પધાર્યા નહિ, ચારેક પડકાં આપ્યાં. શી તેની ખટપટ ! ખલ, મધ, આદાને રસ, તુલસીના પાનને રસ. કાંગાલીની મા પુત્ર ઉપર ગુસ્સે થઈ બેલી, “શા માટે તું મને કહ્યા વગર ગાગર સાનમાં મૂકી આવ્યો, બેટા !” હાથ લંબાવી પડીકા હાથમાં લઈ ચૂલામાં ફેંકી દઈ બેલી, “સારી થવાની હઈશ તે એટલાથી જ થઈશ. બાગદી કે ભાઈના ઘરનું કઈ કદી ઓસડ ખાઈને બન્યું નથી.”
બે ત્રણ દિવસ એમ જ ગયા. પાડોશીઓ ખબર પડતાં જેવા આવ્યા, અને મૂઠના મંત્ર, હરણનું શીંગડું ઘસીને પાવું, ગાંઠાળી કેડી બાળી મધમાં ભેળવી ચટાડવી, વગેરે જેને જે રામબાણ ઔષધ આવડતું હતું તે બતાવી પિતતાને કામે ચાલ્યા ગયા; નાને છેક કાંગાલી અત્યંત ગભરાઈ ગયે.
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org