________________
છબી
માએ તેને પાસે ખેંચી લઈ કહ્યું, “વૈદ્યરાજની પડીકીથી કશું વળ્યું નહિ, બેટા, તે એમનાં ઓસડિયાંથી શું વળે ? હું એમ ને એમ સારી થઈ જઈશ.”
કાંગાલી રડીને બેલ્યો, “તે પડીકાં તે ખાધાં નહિ મા, ચૂલામાં ફેંકી દીધાં. એમ ને એમ તે કઈ સારું થાય ?”
“એમ ને એમ સારી થઈ જઈશ તેના કરતાં તું જ બેએક કોળિયા ભાત રાંધીને ખાઈ લે, હું અહીંથી જેઉં છું.”
કાંગાલી આ પહેલીવાર આવડત વિનાને હાથે ભાત રાંધવા બેઠે. ન એસાવી શક્યો ઓસામણ; ના સારી રીતે પીરસી શકો ભાત; તેને ચૂલા સળગે નહિ,-અંદર પાણી ઊભરાઈ ધુમાડે થાય; ભાત પીરસવા જતાં ચારે બાજુ વેરાઈ જાય; માની આંખ ભરાઈ આવી. પિતે એકવાર ઊઠવાનો પ્રયત્ન કર્યો પરંતુ માથું સીધું કરી શકી નહિ, પથારીમાં ગબડી પડી. ખાવાનું પૂરું થતાં છોકરાને સોડમાં લઈ કેવી રીતે શું કરવું તેને વિધિપૂર્વક ઉપદેશ આપવા જતાં તેને ક્ષીણ કંઠ અટકી ગયે, આંખમાંથી માત્ર અવિરત ધારે આંસુ પડવા લાગ્યાં. આ ગામને ઈશ્વર હજામ નાડી જોવાનું કામ જાણતા હતા. બીજે દિવસે સવારે તેણે હાથ જોઈ તેની સામે જ મેં ગંભીર કર્યું, દીર્ઘ નિઃશ્વાસ નાંખે, અને છેવટે માથું ધુણાવી ઊઠી. ગયો. કાંગાલીની મા એને અર્થ સમજી, પરંતુ તેને ભય જ લાગે નહિ. બધા ચાલ્યા ગયા પછી તેણે છોકરાને કહ્યું,
હવે એકવાર તેમને બોલાવી લવાશે ને, બેટા ?”
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org