________________
છબી હતું તે વેરી નાખી બગાડ કર્યો, અંતે પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાબુની નાની છોકરીને ગબડાવી પાડી નાસી ગયો. એ બનાવ આ પહેલી વાર જ નહિ, આની પહેલાં પણ બન્યો હતું, પણ ગરીબ જાણી તેને જવા દીધું હતું. પહેલાંની પેઠે આ ફેરે પણ તે આવીને પગે પડ્યો હોત, તો ક્ષમા પામત. પરંતુ તે કર ભરીને રહે છે, એટલે કેઈ નો ગુલામ નથી” એમ ઉઘાડું બેલ્યો હતો. પ્રજાના મેઢામાં આવા તુમાખીના શબ્દો જમીનદાર થઈને શિવચરણ બાબુ કઈ રીતે સહન કરી શક્યા નહિ. ત્યાં આગળ તેણે માર તથા અપમાનનો જરા વિરોધ સર કર્યો નહિ, બધું મૂગે મોઢે સહન કર્યું, ઘેર આવીને પણ તે તેમજ ગુપચુપ પડી રહ્યો. ભૂખ-તરસની વાત તેને યાદ જ ન હતી, પરંતુ છાતીની અંદર ભાગ જાણે બહારના મધ્યાહ્ન આકાશની પેઠે સળગવા લાગ્યો. એ સ્થિતિમાં કેટલે વખત ગયો તેનું તેને ભાન રહ્યું નહિ. પરંતુ આંગણુંમાંથી અચાનક તેની પુત્રીની ચીસ કાને આવતાં જ તે વેગથી ઊઠી ઊભો થયો, તથા દોડતો બહાર આવી જુએ છે તો અમીના જમીન ઉપર પડી હતી. તેના ભાંગી ગયેલા ઘડામાંથી પાણી વહી જતું હતું, અને મહેશ જમીન ઉપર મેં માંડી એ જ પાણું જાણે મરભૂમિની પેઠે શોધી રહ્યો હતો. આખનો પલકારો પડ્યો નહિ. ગરને હિતાહિતનું જ્ઞાન રહ્યું નહિ, સમારવા માટે કાલે તેણે હળની કેશ છૂટી પાડી હતી, તેને જ બે હાથે ઉપાડી મહેશના નમેલા માથા ઉપર જોરથી ઘા કર્યો.
એક જ વાર માત્ર મહેશે મેં ઊંચું કરવાનો પ્રયત્ન કર્યો,
૧રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org