________________
મહેશ
ત્યારબાદ તરત જ તેને ભૂખે દૂબળો પડી ખખળી ગયેલો દેહ જમીન ઉપર ઢળી પડયો. આંખના ખૂણામાંથી થોડાં ટીપાં આંસુનાં તથા કાનમાંથી થોડાં ટીપાં લેહીનાં ટપક્યાં. બે વાર તેનું આખું શરીર થરથર કરતું કંપી ઊઠયું. ત્યારબાદ તેના આગળના તથા પાછળના બંને પગ જેટલે દૂર જાય એટલે લંબાવી દઈ મહેશે છેલ્લે શ્વાસ મૂક્યા.
અમીના રડી પડી બેલી, “શું કર્યું, બાબા, આપણે મહેશ મરી ગયો.”
ગકુર હાલ્ય નહિ, જવાબ આપો નહિ, ફક્ત ફાટેલી આંખે બીજી એક જેડ પલકારા વિનાની ગાઢ કાળી આંખે સામે જોતો પથ્થરની પેઠે નિશ્ચલ બની રહ્યો.
બે એક કલાકમાં ખબર પડતાં બીજા ગામના ચમારેનું ટોળું આવી પહોંચ્યું. તેઓ વાંસ પર બાંધી મહેશને ઢાર દાટવાની જગ્યાએ ઘસડી ચાલ્યા. તેમના હાથમાં ધારવાળી ચકચકતી છરી જેઈ ગફુર થથરી ઊઠયો અને આંખ મીંચી ગયા, પરંતુ એક શબ્દ બોલ્યા નહિ.
શેરીના લકે કહેવા લાગ્યા, “તર્ક રત્ન પાસે પ્રાયશ્ચિત્તની વિધ જાણવા જમીનદારે માણસ કહ્યું છે; પ્રાર્યાશ્ચત્તનું ખચ પૂરું કરવા તારે જોજે આ વખતે ઘરની જમીન વેચવી ન પડે તે.”
ગકુરે આ બધાને પણ ઉત્તર દીધો નહિ; બંને ઢીંચણ ઉપર મેં રાખી સ્થિર બેસી રહ્યો.
મોડી રાતે ફરે છોકરીને જગાડીને કહ્યું, “અમીના, ચાલ આપણે જઈએ...”
૧૩ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org