________________
અભાગીનું સ્વર્ગ
ઘેર શા માટે જન્મ્યાં? પરંતુ હવે એમનું કંઈક ક્રિયા-કરમ કરજો ભાઈ, –કાંગાલીના હાથની આગને લેભે તે એણે જીવ આવે.”
અભાગીના અભાગ્યની દેવતાએ આંખ આડે બેસીને શો વિચાર કર્યો તેની તો ખબર નથી પરંતુ નાના છોકરા કાંગાલીની છાતીમાં પેસી આ શબ્દોએ જાણે તેને તીરની પિઠે વીંધી નાખ્યો.
દિવસ તે વીતી ગયો, પહેલી રાત પણ વીતી ગઈ, પરંતુ સવાર સુધી કાંગાલીની મા ભી ન શકી. કેશુ જાણે, આવી હલકી જાતિને માટે પણ સ્વર્ગમાં રથની વ્યવસ્થા છે કે નહિ, કે પછી અંધારામાં પગે ચાલીને જ તેમને રવાના થવું પડે છે, પરંતુ એટલું તે સમજાયું કે રાત પૂરી થતાં પહેલાં જ આ દુનિયાને તે ત્યાગ કરી ગઈ હતી.
ઝૂંપડીના આંગણામાં એક બીલીનું ઝાડ હતું એકાદ કુહાડે માગી લાવી રસિકે તેને ટચ માર્યો ન માર્યો ત્યાં તે જમીનદારના દરવાને કોણ જાણે ક્યાંથી દેડી આવીને તેના ગાલ ઉપર જોરથી એક લપડાક ચોડી દીધી. કુહાડી ખૂંચવી લઈ બેલ્યો, “સાલા, આ કંઈ તારા બાપનું ઝાડ. છે કે કાપવા બેઠે છે?”
રસિક ગાલે હાથ ફેરવવા લાવ્યા, કાંગાલી રહું રડું થઈ જઈ બોલ્યો, “વાહ, એ તો મારી માએ હાથે વાવેલું ઝાડ છે, કરવાનજી, બાપુને ખામૂખા તમે માર્યા શા માટે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org