________________
આ અપમાનથી બા-થિનની આંખે પાણી ભરાઈ આવ્યાં. પરંતુ તેણે કોઈને ય દેષ દીધો નહિ. કેવળ પિતાને વારંવાર ધિક્કાર દઈ બોલ્યા, “એ ઠીક જ થયું છે. મારા જેવા નિર્લજને એ જ ઘટતું હતું.”
પરંતુ એટલાથી જ—એ એક રાતમાં જ તે પતી નહેતું ગયું; એના કરતાં પુષ્કળ અનેકગણું અપમાન તેના નસીબમાં લખાયું હતું એની તેને બે દિવસ પછી ખબર પડી. અને ખબર પણ એવી પડી ગઈ કે, એ શરમ જીવનભર ક્યાં ઢાંકી રાખવી એ પણ તેને સૂઝયું નહિ.
- જે છબીની વાતથી આ વાત શરૂ થઈ છે તે જાતક– કથાની પેલી ગોપાદેવીનું ચિત્ર આટલે દિવસે પૂરું થયું. એક માસ કરતાં વધુ સમયના સતત પરિશ્રમનું ફળ આજે પાક્યું. સવારને બધો વખત તે આ આનંદમાં જ મગ્ન થઈ રહ્યો હતે.
છબી રાજદરબારમાં જવાની હતી. જે ગૃહસ્થ પૈસા આપી લઈ જવાના હતા, તે ખબર મળતાં આવી પહોંચ્યા. પરંતુ છબીનું ઢાંકણ દૂર કરતાં તે ચમકી ઊઠડ્યા. ચિત્રની બાબતમાં તે અનાડી ન હતા. બહુ વાર સુધી એક્કીનજરે જઈ રહી અંતે ક્ષુબ્ધ સ્વરે બોલ્યા, “આ છબી મારાથી રાજાને નહિ અપાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org