________________
છબી કરી દઈ બહાદુરીથી એકતરફી વિજય મેળવી ચાલ્યા ગયા. તો પણ, નાનાભાઈની વહુ હોવાથી બધું કાને સાંભળ્યા છતાં એક પણ વાતને તે જવાબ આપી શકી નહિ. એથી કરીને તેના મનના સંતાપની તેમ જ સ્વામી પ્રત્યે ગુસ્સાની અવધિ રહી નહિ. તે રસેડા તરફ પણ ગઈ નહિ, ચડેલે એ ઓસરીમાં પગ લાંબા કરી બેસી રહી.
શિવુના ઘરમાં પણ એ જ દશા. મેટી વહુ પ્રતિજ્ઞા કરીને સ્વામીની રાહ જોઈને બેઠી છે, કે તે આવે અને જે કરવું હોય તે કરે; નહિ તે પિતે પાણી પણ મેંમાં નાખ્યા વિના બાપને ઘેર ચાલી જશે. બે એક વાંસનાં પાંદડાં માટે દિયેરને હાથે આટલું અપમાન ! | દોઢ પહોર વેળા થઈ ગઈ તે પણ શિવુનું નામનિશાન નહિ. મેટી વહુને ચટપટી થવા લાગી. શી ખબર, ચૈધરી મહાશયને બંગલેથી જ કદાચ તે ફરિયાદ માંડવા સીધા કચેરીમાં ચાલ્યા ગયા હાય.
એ વખતે બહારના બારણુને ધ૫ દઈને જોરથી ધક્કો -મારી શંભુને ભેટે દીકરે ગયારામ દાખલ થયે. તેની ઉંમર સોળ-સત્તરને આશરે હશે. પરંતુ આટલી ઉમરમાં જ તેને ક્રોધ અને તેની ભાષા તેના બાપને પણ વટાવી ગયાં હતાં. તે ગામની પ્રાથમિક શાળામાં ભણતા હતા. આજકાલ સવારની નિશાળ હતો. સાડાદસ વાગ્યે નિશાળ છૂટી છે.
ગયારામની ઉંમર જ્યારે એક વર્ષની હતી, ત્યારે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org