________________
સુકમનું ફળ માનું મૃત્યુ થયું હતું. તેના બાપ શંભુએ ફરીવાર લગ્ન કરી જોકે નવી વહુ ઘરમાં આણું ખરી; પરંતુ આ નમાયા બાળકને ઉછેરવાને ભાર કાકીમા ઉપર જ પ, તથા જ્યાં સુધી, બે ભાઈ જુદા નહોતા થયા, ત્યાં સુધી એ ભાર તે જ વહન કરતાં આવ્યાં હતાં. સાવકી મા સાથે તેનો કદી પણ કશે વિશેષ સંબંધ ન હતું,-એટલું જ નહિ પણ તેમણે નવું ઘર માંડયું ત્યાર પછી પણ ગયારામ જે દિવસે જ્યાં ફાવ્યું ત્યાં ખાઈ લેતે.
આજ તે નિશાળમાંથી છૂટયા બાદ સાવકીમાનું મેં તેમ જ ભજનનો બંદોબસ્ત જોઈને બળતા અંગારા જેવો થઈને આ ઘેર આવ્યો હતો. કાકી-માનું મોં દેખીને તેના તે અગ્નિમાં પાણી છેટાયું નહિ, ઘાસતેલ છંટાયું. તેણે જરા પણ પ્રસ્તાવના કર્યા વિના જ કહ્યું, “ખાવાનું આપ, કાકી-મા.”
કાકી–મા કશું બોલ્યાં નહિ. જેમ બેઠાં હતાં તેમ જ બેસી રહ્યાં.
ગયારામે ગુસ્સે થઈ જમીન ઉપર પગ પછાડી કહ્યું, “ખાવાનું આપે છે કે નથી આપતી, બોલ.” - ગંગામણિએ ગુસ્સાથી મેં ઊંચું કરી તિરસ્કારપૂર્વક કહ્યું, “તારે માટે રાંધીને બેઠી છું ને, તે આપું? તારી સાવકી-મા અભાગણીથી ખાવાનું ન અપાયું કે અહીં આવ્યા છે ઉત્પાત કરવા ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org