________________
મહેશ
ગામનું નામ કાશીપુર હતું. ગામ નાનું હતું, જમીનદાર તેથીયે ના હો, તો પણ એના દોરથી પ્રજ ચૂં કે ચાં પણ કરી શકતી નહોતી,-એવો રુઆબ હતો.
નાના છોકરાની વરસગાંઠ હતી. પૂજા પતાવી તકરત્ન બરની વખતે ઘેર પાછા ફરતા હતા. વૈશાખ પૂરે થવા આવ્યો હતો, પરંતુ વાદળની છાયા સરખી કયાંય ન મળે. અનાવૃષ્ટિના આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે.
સામેના ક્ષિતિજ સુધી વિસ્તરેલાં ખેતરે બળી-ધખીને ચિરાઈ ગયાં છે. અને લાખો ચિરાડામાંથી ધરતીની છાતીનું લેહી નિરંતર ધુમાડો થઈ ઊડી જાય છે, અગ્નિની જ્વાળા જેવી તેની ગૂંછળાં વળતી ઊર્ધ્વગતિ તરફ જોઈ રહીએ તો માથાને તમ્મર ચડે–જાણે ઘેન ચડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org