________________
હરિલક્ષ્મી
રાતે સ્વામીની સાથે શી વાત કરવી એ પણ હરિલક્ષ્મીને બરાબર સૂઝયું નહિ. આજે તેના મેઢાના એક શબ્દથી વિપિનની સ્ત્રીનું બધું દુઃખ દૂર થઈ શકત. પરતુ એક નિરૂપાય અબળા ઉપર જે માણસ આવું ભયંકર વેર લઈ શકે, જેના પૌરુષને એ ખટકયું પણ નહિ, તેની પાસે ભિક્ષા માગવાની હીનતા કરવાનું કેમે કર્યું લક્ષ્મીને મન થયું નહિ.
શિવચરણે જરાક હસીને પૂછયું, “મઝલી–વહુને જોઈ કે? કહું છું, કેવુંક રાંધે છે ?”
હરિલક્ષ્મી જવાબ આપી શકી નહિ. તેના મનમાં થયું, આ આદમી જ તેને સ્વામી! અને આખી જિંદગી એની જ સાથે તેને ઘર કરી રહેવું પડશે ! એટલું મનમાં આવતાં એને થયું, “ધરતી માતા ! મારગ આપે!”
બીજે દિવસે સવારે ઊઠતાં જ લક્ષ્મીએ દાસી મારફત ફઈબાને કહેવરાવ્યું કે મને તાવ આવ્યો છે, મારે કશું ખાવું નથી. ફઈબાએ ઓરડીમાં આવી, ઊલટતપાસ કરી લક્ષ્મીને અકળાવી નાખી–તેના મુખના ભાવ અને કંઠેસ્વરથી તેમને કેમ જાણે સંશય પો કે લક્ષ્મી કંઈ છુપાવવાનો પ્રયત્ન કરે છે. એમણે કહ્યું, “પરંતુ તમને કંઈ ખરેખર અસુખ થયું દેખાતું નથી, વહુ-મા ? ”
લક્ષ્મીએ માથું ધુણાવીને જેરપૂર્વક કહ્યું, “મને તાવ આવે છે, મારે કંઈ જ ખાવું નથી.”
દાક્તર આવતાં તેને બારણું બહારથી જ લક્ષ્મીએ વિદાય
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org