________________
છબી
આ બધાંમાંથી કેટલુંક તેણે સાંભળ્યું, કેટલુંક તેના બેધ્યાન કાને પહોંચ્યું પણ નહિ. પરંતુ પેલે માત્ર બલિષ્ઠ અને અતિસાહસી ઘોડેસ્વાર જ નહોતો. તે અત્યન્ત ધૂર્ત પણ હતા. મા-શોનું ઔદાસીન્ય તેની નજરબહાર રહ્યું નહિ. તેણે માંડલના રાજપરિવારની વાત ઉપાડી ને અંતે જ્યારે સન્દર્યની આલોચના શરૂ કરી તથા કૃત્રિમ સરળતાથી મા-શેને ઉદ્દેશીને કે આડકતરી રીતે વારંવાર તેના રૂપ અને વૈવનનું તે સૂચન કરવા લાગ્યો ત્યારે તે મનમાં ને મનમાં અતિશય શરમાવા લાગી એ ખરું, પરંતુ એક પ્રકારના હલકા આનંદ અને ગૌરવને અનુભવ પણ કર્યા વિના તેનાથી રહેવાયું નહિ.
વાતચીત પૂરી થતાં પિ-થિને વિદાય લીધી ત્યારે એ દિવસની રાતે પણ ભોજનનું નિમંત્રણ તે લેતો ગયો.
પરન્તુ તે ગયા પછી તેની વાતો મનમાં ને મનમાં ઘૂંટતાં મા-શોયેનું આખું મન હલકાઈ તેમજ ગ્લાનિની લાગણીથી ભરાઈ ઊઠયું, તેમજ નિમંત્રણ આપી બેસવા માટે તેને પોતાના ઉપર બેહદ ચીડ અને કંટાળો આવ્યો. તેણે ઉતાવળે ઉતાવળે બીજાં પણ કેટલાંક સગાંવહાલાંને નિમંત્રણ આપી, ચાકર મારફતે ચિઠ્ઠી મોકલાવી દીધી. અતિથિઓ યથાસમયે હાજર થયા, તેમજ આજ પણ પુષ્કળ હાસ્ય-વિનોદ, પુષ્કળ વાતચીત, પુષ્કળ મૃત્યગીતની સાથે ખાવાપીવાનું પૂરું થયું, ત્યારે રાત બહુ બાકી રહી નહતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org