________________
છબી
મન જ થયું નહિ. આમ ને આમ ઘણે સમય વહી ગયો,– એકવાર પણ બા–થિને ઊંચું જોયું નહિ. એકવાર પણ એક પ્રશ્ન સરખો પૂછો નહિ. કાલના એવડા મોટા બનાવ વિષે પણ જેમ તેને લેશ માત્ર કૌતુહલ ન હતું, તેમ કામમાંથી ઊંચું જોઈ શ્વાસ લેવાને પણ તેને વખત ન હતા.
બહુ વાર સુધી બોલાચાલ્યા વિના સંકોચ અને શરમમાં બેસી રહીને અંતે તે ઊઠીને ઊભી થઈ, મૃદુ કંઠે બોલી, “ઠીક ત્યારે, જાઉં છું.”
બા-થિન છબી ઉપર જ આંખ રાખી બોલ્યો, “ભલે.”
જતી વખતે મા-ચેના મનમાં થયું કે જાણે તે એ માણસના અંતરની વાત પામી ગઈ છે. પૂછી ખાતરી કરવાની તેને એક વાર ઈચ્છા થઈ પરંતુ મુખ ખેલી શકી નહિ, બાલ્યા ચાલ્યા વિના બહાર નીકળી ગઈ.
ઘરમાં પગ મૂકતાં જ જોયું તે પિ-થિન બેઠેલ હતો. ગઈ રાતના આનંદ-ઉત્સવ માટે તે ધન્યવાદ દેવા આવ્યો હતા. અતિથિને મા-શેયેએ જતનપૂર્વક બેસાડવો.
પેલાએ પ્રથમ મા-શેના એશ્વર્યની વાત ઉપાડી, પછી તેના વંશની વાત, તેના પિતાની ખ્યાતિની વાત, રાજદરબારમાં તેમના સન્માનની વાત, એ પ્રમાણે કેટલું ય તે અચક્યા વિના બકી જવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org