________________
બીજે દિવસે રાત્રિ–ભજન સંબંધી વાત કરતાં મા-શેયેએ બા-થિનને કહ્યું, “કાલે રાત્રે ખૂબ આનંદ આવ્યું. કેટલાય મહેમાને કૃપા કરીને આવ્યા હતા. ફક્ત તમને વખત નહોતે, એટલે નહોતા બોલાવ્યા.”
પેલી છબી પૂરી કરવા તે પ્રાણાંત પરિશ્રમ કરી રહ્યો હતે. ઊંચું જોયા વિના જ બેલ્યો, “બહુ સારું કર્યું.” એટલું બોલી તે કામ કરવા લાગ્યો.
- વિસ્મયથી મા-શેયે જડ બની બેસી રહી. વાતોના ભારથી તેનું પેટ ફાટી જતું હતું. કાલે બા-થિનથી કામના દબાણને લીધે ઉત્સવમાં હાજર રહેવાયું નહોતું, એટલે આજે લાંબા વખત સુધી પુષ્કળ વાતો કરશે, એમ માની તે આવી હતી. પરંતુ અહીં તો બધું જ ઊંધુંચતું થઈ ગયું. એકલાં એકલાં તો લવારે થઈ શકે, પણ વાતચીત ન થાય. એટલે તે માત્ર સ્તબ્ધ બની બેસી રહી, સામા પક્ષની પ્રબળ ઉદાસીનતા તથા ગંભીર નીરવાનું બંધ બારણું ઠેલીને અંદર પ્રવેશ કરવાની આજ કેમે કરી તેની હિંમત ચાલી નહિ.
દરરોજ જે બધાં નાનાંમોટાં કામે તે કરી જતી હતી, તે પણ આજે પડી રહ્યાં –કેમે કર્યું હાથ હલાવવાનું તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org