________________
- લગભગ પાછલે પહેરે મા–શેયેને ચાંદીથી મઢેલે મયૂરપંખી” રથ જ્યારે મેદાનમાં આવી પહોંચ્યા, ત્યારે એકઠા થયેલા લોકોએ પ્રચંડ કલરવથી કોલાહલ કરી મૂક્યો.
તે યુવતી છે, તે સુંદરી છે, અવિવાહિતા છે, તેમજ વિપુલ ધનસંપત્તિની માલિક છે. મનુષ્યના યૌવન–રાજ્યમાં તેનું સ્થાન અતિ ઉચ્ચ છે. તેથી આ જગાએ પણ અતિ આદરનું સ્થાન તેને માટે જ નક્કી થયેલું હતું. તે આજે પુષ્પમાળાઓ વહેચવાની છે. ત્યાર પછી જે ભાગ્યવાન આ રમણને સૌથી પહેલાં વિજયમાળ પહેરાવશે, તેનું ભાગ્યે જ આજે જાણે જગતને ઈર્ષ્યા કરવાની એકમાત્ર વસ્તુ બની રહેશે.
સજેલા ઘડાઓની પીઠ ઉપર લાલ પિશાક પહેરીને બેઠેલા સવારો ઉત્સાહ અને ચંચળતાને આવેગ મહાકષ્ટ કાબૂમાં રાખી રહ્યા હતા. તેમને જોતાં એમ લાગે કે, આજે સંસારમાં તેમને અસાધ્ય એવું કશું નથી.
ધીમે ધીમે વખત નજીક આવી પહોંચ્યો, તથા જે લેકે ભાગ્યની પરીક્ષા કરવા આજે તૈયાર થયા હતા, તેઓ એક હારમાં આવી ઊભા રહ્યા, અને એક ક્ષણ પછી જ ઘંટને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org