________________
છબી
લીધે તને હું વચનને ભંગ કરવા નહિ દઉં, હવે મોડું ન. કર, જા.”
તેને ગંભીર મુખ અને શાંત, દઢ અવાજ સાંભળી માશેયે ઊઠી ઊભી થઈ. રીસથી મુખ પ્લાન કરી બેલી, “તમે પોતાની સગવડ ખાતર મને દૂર કાઢવા માગો છો. હું દૂર થાઉં છું, પણ હવે કદી તમારી પાસે નહિ આવું.”
એક ક્ષણમાં બા–થિનની કર્તવ્ય-પરાયણતા સ્નેહના જળમાં પીગળી ગઈ. તે તેને પાસે ખેંચી લઈ હસતા હસતા બોલ્યો, “આવડી મોટી પ્રતિજ્ઞા ન કરી બેસતી, મા-શેકે,હું જાણું છું, એને અંત શો આવશે તે. પણ હવે તું મોડું કરે એ નહિ ચાલે.”
મા–શયેએ તેવા જ ખિન્ન મુખે જવાબ આપે, “હું નહિ આવું તે ખાવાપહેરવાથી માંડીને બધી જ બાબતમાં તમારી જે દશા થશે, તે મારાથી સહેવાવાની નથી, એ તમે જાણે છે, એટલે તમે મને હાંકી કાઢવાની હિંમત કરે છે.”
એટલું બેલી તે જવાબની રાહ જોયા વિના ઉતાવળે પગલે ઓરડામાંથી બહાર ચાલી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org