________________
છબી.
રીતે જ તેઓએ ઓગણીસ વર્ષ ગાળ્યાં છે ! રમ્યાં છે, ઝઘવ્યાં છે, લડ્યાં છે, અને પ્રેમગાંઠ બાંધી છે.
સામેના વિશાળ અરીસામાં બે મુખ તેટલી વારમાં બે ખીલેલાં ગુલાબની પેઠે ખીલી ઊઠયાં હતાં, બા-થિન તે બતાવીને બોલ્યો, “આ જે–”
મા-શેયે ડીવાર ચૂપકીથી એ બે મુખાકૃતિઓ સામે અતૃપ્ત નયને જોઈ રહી. અકસ્માત આ જ પહેલી જ વાર તેને લાગ્યું કે, પોતે પણ ઘણું સુંદર છે. આવેશથી તેની બંને આંખ મીંચાઈ ગઈ. કાનની અંદર બોલી, “હું જાણે ચંદ્રનું કલક.”
બા-થિન વળી વધારે નજીક તેનું મુખ ખેંચી લાવીને બેલ્યો, “ના, તું ચંદ્રનું કલંક નથી,-તું કેઈનું ય કલંક નથી –તું ચંદ્રની કૌમુદી છે. એકવાર બરાબર ધારીને જે.”
પરંતુ આંખ ઉઘાડવાની માન્યે ની હિંમત ચાલી નહિ. તે પહેલાંની પેઠે જ બે આંખ મીંચી રહી.
કદાચ એમ ને એમ જ પુષ્કળ વખત ચાલ્યો જાત પરંતુ સ્ત્રી-પુરુષોનું એક મોટું ટોળું નાચતું અને ગાતું સામેને રસ્તે થઈને ઉત્સવમાં ભાગ લેવા જતું હતું. મા-શોયે અધીરી બની, જઈ ઊભી થઈને બોલી, “ચાલે, વખત થયે.”
પણ મારાથી બિલકુલ અવાય તેમ જ નથી, મા-શે.”
કેમ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org