________________
છબી
બે વર્ષ કાશીવાસ કરીને જ્યારે પાછી આવી, ત્યારે નિદાખેર લેકે ગુસપુસ કરવા લાગ્યા કે અરધી મિલકતની હકદાર આ વિધવા બાઈ છે, અને રખેને તે મિલકત બીજે હાથ જાય એ ભયથી જ છોટા બાબુએ અનેક પ્રયત્ન–અનેક પરિશ્રમ કરીને વહુમાને કાશી જેવા ધામમાંથી પાછાં આપ્યાં છે ! ગમે તે હે, નાના બાબુએ તેમની સ્વાભાવિક ઉદારતાથી વાર્ષિક ગાઈ પૂજા માટે બસે રૂપિયા દાન કરી, પાંચેક ગામના બ્રાહ્મણને દક્ષિણ સાથે ઉત્તમ ફલાહાર બાદ પ્રત્યેક ભૂદેવના હાથમાં જ્યારે એક એક કાંસાનો પ્યાલે આપી વિદાય ક્ય, ત્યારે સર્વત્ર જયજયકાર થઈ ગયે. એટલું જ નહિ પણ રસ્તે આવતાં અનેક જણ દેશને તેમજ દસના કલ્યાણને અર્થ કામના કરવા લાગ્યાં કે, આ પ્રમાણે જેઓ પૈસાદાર લેકે છે તેઓને ત્યાં ઘેર ઘેર મહિને મહિને આ પ્રમાણે બધા પ્રકારનાં ઉત્તમ અનુષ્ઠાન થતાં રહે તો કેવું ?
પરંતુ જવા દો. અમારી મોટાઈની વાત પુષ્કળ છે; યુગોયુગથી સંચિત થઈ લગભગ દરેક ગ્રામવાસીના બારણમાં તેના ઢગલા થયા છે. આ દક્ષણ બંગાળાના અનેક ગામડાંમાં અનેક દિવસ ફરીને અભિમાન લેવા યોગ્ય એવા અનેક મોટા મોટા પ્રસંગે નજરે જોયા છે. ચારિત્રની બાબતમાં કહે, ધર્મની બાબતમાં કહે કે કેળવણીની બાબતમાં કહ–બધા પારંગત છે; હવે ફક્ત અંગ્રેજોને કમર કસીને ગાળો ભાંડતા થઈ જઈએ એટલે દેશને ઉદ્ધાર થઈ જશે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org