________________
ઉચિત છે. આખા એક જણનું નામ
સમાજ જ જ્યાં એમ કરતા હાય, ત્યાં આપવાને શે। અર્થ છે ?
'
‘ મહેશ ’ની વાર્તામાં શરખાણુની પલ્લીસમાજમાં જોયેલી માન્યતા ફરી દેખાય છે. પલ્લીસમાજમાં તેમને નાયક સ્પષ્ટ કહે છે કે, ‘ આ મુસલમાનામાં ધર્મ છે, પણ હિંદુએમાં નથી.’ અહીં પણ એક મુસલમાન પેાતાના પ્યારા બળદ ‘મહેશ’ ( બળદ માટે મુસલમાને પાડેલું કેવું અદ્ભુત નામ ! ) માટે વીરપ્રયત્ન કરે છે, અને તેના જ જાગીરદાર હિંદુ બ્રાહ્મણ શેઠને નથી પડી એ બળદની કે નથી પડી માણસની ! તે તે પેાતાના ‘ધરમ’ (!) પાળ્યા કરે છે ! ‘અભાગીનું સ્વર્ગ ' પણ પરેાક્ષ રીતે બંગાળના જમીનદારવની હૃદયહીનતાનાં ચિતાર છે. પણ તેમાં સાથે સાથે ગરીબ-તવંગરના ભેદ, અને અંધશ્રદ્ધાની કરુણ કહાણી છે. છેલ્લી ‘હિરલક્ષ્મી ’ પણ બંગાળના જમીનદારની ઈર્ષ્યા, ક્ષુદ્રતા, જુઠ્ઠાઈ, કલાપ્રિયતા, ઘમંડ, કુલાભિમાનના સચેટ દાખલા છે. તેમાં હરિલક્ષ્મીનું પાત્ર ધણા કૌશલથી દેારાયું છે. તેનું અભિમાન જરા પણ કારણુ વિના ઘવાય છે; તે પોતાનો વધારે બુદ્ધિશાળી અને ચકાર પણ ગરીબ મઝલી-વહુની ઈર્ષ્યા કરે છે; કાઈ કમનસીબ ક્ષણે પતિને વાત કરે છે, અને પછી ઘણી વાર પસ્તાય છે; મઝલો-વહુની દુર્દશા થઈ જશે એમ ખીએ છે, છતાં મઝલી– વહુની પૂરેપૂરી દુર્દશા થયા પહેલાં તેને સાન આવતી નથી. પતિને ઉશ્કરી શકી, તે પતિને વારી શકતી નથી. મઝલીવહુ રાંડીને ગરીબ રસાઇયણ તરીકે પોતાના ધરમાં આવે છે ત્યારે જ ઠેઠ તેને સારે। સ્વભાવ છેવટે બહાર આવે છે. એ મનુષ્યસ્વભાવના ચિતાર સાચા તેટલા જ ઉપદેશક પણ છે.
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org