________________
જાહેર
છોકરી ઘરમાંથી ધીમે ધીમે બહાર આવી જવાબ આપ્યા વિના થાંભલે પકડી ઊભી રહી.
જવાબ ન મળતાં ગફુર રાડ નાખી બોલ્યો, “થ છે ભાત ? શું બેલી, નથી થયો ? કેમ કહે જેઉં ?”
“ચોખા નથી, બાબા.” “ચોખા નથી ? સવારે મને કહ્યું કેમ નહિ ?” “તમને રાતે તો કહ્યું હતું.”
ગ ફર મેં વાંકું કરી તેના અવાજના ચાળા પાડી ચાલ્યો, “રાતે તે કહ્યું હતું ! રાતે કહે એટલે કેઈ ને યાદ રહેતું હશે ?” પોતાને કર્કશ અવાજથી તેને ક્રોધ બમણો વધી ગયે. મેં વધારે બગાડી બોલી ઊઠ્યો, “ચેખા ક્યાંથી રહે ? માં બાપ ખાય કે ના ખાય, પણ બુદ્ધી દીકરી દિવસમાં ચાર ચાર પાંચ પાંચ વાર ભાત ડૂસ્યા કરે. હવેથી ચોખાને હું તાળું વાસીને બહાર જઈશ. લાવે એક લેટ પાણી, તરસથી છાતી ફાટી ગઈ. કહેને કે તે પણ નથી.”
અમીના એમ ને એમ નીચે મેએ ઊભી રહી. થેડીકવાર રાહ જોઈ, ગફુર જ્યારે સમજે કે ઘરમાં પીવાનું પાણી પણ નથી, ત્યારે તે પોતાના પર વધુ કાબૂ ન રાખી શકે. ઉતાવળે પગલે પાસે જઈ પટાક દઈને જોરથી તેના ગાલ ઉપર એક ધેલ ચેડી દઈ બોલ્યો, “બળ્યા મેઢાની ? હરામજાદી, આખો દિવસ તું કરે છે શું ? આટલા લેક મરી જાય છે, તું કેમ મરતી નથી ?'
છોકરી એક શબ્દ બેલી નહિ, માટીને ખાલી ઘડે ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org