________________
છબી
જતો હતો, તેણે કાન ખડા કરી જરા સાંભળી લઈ કહ્યું, “જોયું ને ભટ્ટાચાર્ય મશાય, બધાઓને જ સાળાઓને બામણ-કાયચ થવું છે.” એવું બેલી કામની ધૂનમાં બીજે ક્યાંક ચાલ્યો ગયો.
કાંગાલીએ હવે આજીજી કરી નહિ. આ બેએક કલાકના અનુભવથી દુનિયામાં તે જાણે બિલકુલ બુટ્ટો થઈ ગયો હતે. ચૂપકીથી ધીરે ધીરે તેની મરેલી માની પાસે જઈ ઊભો રહ્યો.
નદીના ભાઠામાં ખાડો ખોદી અભાગીને સુવાડવામાં આવી. રાખલની માએ કાંગાલીના હાથમાં એક ઘાસને પૂળ સળગાવી આપી તેના જ હાથ વડે માના મેને સ્પર્શ કરાવી નાખી દીધા. ત્યારબાદ બધાએ મળીને માટી વાળી દઈ કાંગાલીની માનું છેલું ચિહ્ન લુપ્ત કરી નાંખ્યું.
બધાં જ બીજાં કામમાં રોકાયેલાં હતાં–ફક્ત પેલા સળગેલા ઘાસના પૂળામાંથી જે છેડે ઘણો ધુમાડે ગૂંછળાં વળતા આકાશમાં ઊંચે જતો હતો તેની જ તરફ પલકારા વિનાની આંખો ઠેરવી કાંગાલી ઊંચી નજરે સ્તબ્ધ થઈ જોઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org