________________
બચપણથી માંડીને જે બે જણને કદી ય એક ક્ષણ માટે પણ વિચ્છેદ થયો નહત, તે બે, ભાગ્યની વિડંબનાને લીધે એક માસ કરતાં વધુ સમય ચાલ્યા જવા છતાં, એકબીજાને એક વાર પણ મળ્યાં નથી.
મા–શેયે પિતાની જાતને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરતી કે જે મોહજાળે તેને આટલા લાંબા સમય સુધી કઠિન બંધનમાં જકડી રાખી હતી, તે તૂટી ગઈ એ એક રીતે ઠીક જ થયું. હવે તેની સાથે લેશ પણ સંબંધ રહ્યા નથી. આ ધનિકપુત્રીની જુવાન ઉદ્દામ પ્રકૃતિ, પિતા જીવતે હતો ત્યારે પણ ઘણી વખત એવાં અનેક કાર્યો કરવા તૈયાર થતી હતી, કે જે ગંભીર અને સંયતચિત્ત બા-થિનના ગુસ્સાના ડરથી જ તે કરી શકતી નહિ. પરંતુ આજે તે સ્વાધીન છે, પિતાની જાતની પોતે મુખત્યાર છે, ક્યાં ય કોઈની આગળ હવે જરા પણ જવાબ આપવાને તેને રહ્યા નથી. આ એક જ વાત ઉપર તેણે મનમાં ને મનમાં પુષ્કળ વિચારે, પુષ્કળ ભાંજગડ કરી છે, પરન્તુ, એક દિવસ પણ તેણે કદી પિતાની ઊંડી અંતરગુહાનાં દ્વાર ખોલીને નજર કરી જોયું નથી કે ત્યાં શું છે? જોયું હોત તે તેને માલૂમ પડત કે આટલા દિવસ તે
ર૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org