________________
હરિલક્ષ્મી
શ્લોકાર્ધ પણ નહોતા. લક્ષ્મીએ વિસ્મયપૂર્વક પૂછયું, “આ કોની છબી, મઝલી–વહુ, જાણે પરિચિત હોય એવું લાગે છે”
મઝલી-વહુએ લજજા સહિત હસીને કહ્યું, “એ તે તિલકમહારાજની છબી જોઈને ગૂંથણમાં ઉતારવાને પ્રયત્ન કરતી હતી, દિદિ પણ કશું થયું નહિ.” એમ કહીને એણે સામેની દીવાલ ઉપર ટીંગાડેલી ભારતના કૌસ્તુભ, મહાવીર તિલકમહારાજની છબી આંગળી વડે બતાવી.
લકમી બહુવાર સુધી એની જ તરફ જઈ રહીને આતે આસ્તે બેલી, “ઓળખી ન શકી, એ મારે જ દોષ છે, મઝલી-વહુ, તમારે નથી. મને શીખવશે, બહેન ? આ કળા જે શીખી શકુ તે તમને ગુરુ તરીકે ગણવામાં મને વાંધો નથી.”
મઝલી-વહુ હસવા લાગી. તે દિવસ ત્રણ ચાર કલાક પછી સાંજને વખતે જ્યારે લક્ષ્મી ઘેર પાછી ગઈ ત્યારે એ વાત નક્કી કરતી ગઈ કે કાલ સવારથી એ ગૂંથણકામ શીખવા આવશે.
આવવા પણ લાગી, પરંતુ દશ પંદર દિવસમાં સ્પષ્ટ સમજી ગઈ કે એ વિદ્યા માત્ર અઘરી નથી, આવડતાં પણ ખૂબ લાંબો સમય લાગે એમ છે. એક દિવસે લક્ષ્મીએ કહ્યું, “કેમ મઝલી-વહુ, તમે મને કાળજીપૂર્વક શીખવતાં નથી ?”
મઝલી-વહુ બોલી, “બહુ વખત લાગશે, દિદિ, બલકે તેના કરતાં આપ બીજું બધું ગૂંથવાનું શીખે.”
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org