________________
છબી
થઈ નહિ, મઝલી-વહુ એવાં પથ્થર જેવાં છે તમે?”
મઝલી–વહુની આંખ ભરાઈ આવી, પરંતુ એણે કશે ઉત્તર આપ્યો નહિ. લક્ષ્મી બોલી, “મારો બીજો ગમે તે વાંક હશે, પણ મઝલી–વહુ, તમારા જેવું કઠણ હૃદય મારું નથી. ન કરે નારાયણ– પણ એવે વખતે તમને મળવા આવ્યા વિના મારાથી રહેવાત નહિ.” મઝલી-વહુએ આ ફરિયાદને પણ કશો જવાબ આપ્યો નહિ. ગુપચુપ ઊભી રહી.
લક્ષ્મી પહેલાં કદી પણ આવી નહોતી. આજે પહેલી જ વાર આ ઘરમાં પ્રવેશ કર્યો હતે. ઓરડે રડા ચાલી ફરીને જેવા લાગી. સો વરસનું જૂનું પુરાણું ઘર –માત્ર ત્રણ ઓરડા જ જેમ તેમ કરી રહેવાના કામમાં આવે એવા રહ્યા હતા. દરિદ્રનું રહેઠાણ –સરસામાન નહોતે એમ કહીએ તોય ચાલે. બધેથી ચૂનો ખરી પડ્યો હતો, ફરી સમરાવવાની શક્તિ નહતી. છતાં પણ નકામો કચરે ફૂટે કયાંય નહોતો. નાનું બિછાનું ચકચકાટ મારતું હતું. બેચાર દેવદેવીઓની છબીઓ લટકાવેલી હતી. ઉપરાંત ત્યાં મઝલી-વહુના હાથની વિવિધ પ્રકારની કળા-કારીગરી પણ હતી. મોટે ભાગે ઊન–દેરાનું જ ગૂંથણ હતું, પરંતુ તે શિખાઉના હાથની લાલ ચાંચવાળા લીલા રંગના પિોપટની કે પચરંગી બિલાડીની આકૃતિઓ નહતી, કે કીમતી ફ્રેમમાં મઢાવેલા લાલ, લીલા, વાદળી, ભૂખરા, ભૂરા વિવિધ રંગે વડે ઊનના ગૂંથેલા “વેલ કમ” “પધારો, બેસો ” અથવા જોડણીની ભૂલવાળા ગીતાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org