________________
હરિલક્ષ્મી આજે ઘરની અને બહારની જે બધી સ્ત્રીઓ ચિચિયારી કરી રહી હતી, તેમની સાથે કોઈ પણ રીતે અવાજ ભેળવતાં તેને ઘણું થવા લાગી. જતાં જતાં રસ્તે પાલખીને પડદે સરકાવીને લક્ષ્મી આતુર નયને વિપિનના જીર્ણ ઘરની બારી તરફ જોઈ રહી, પરંતુ કોઈને પડછાયે પણ તેની નજરે પડ્યો
નહિ .
કાશીમાં ઘર રાખવામાં આવ્યું હતું. ત્યાંનાં હવાપાણીના ગુણથી ભાંગી ગયેલી તબિયત પાછી મેળવતાં લક્ષ્મીને બહુ દિવસ થયા નહિ. ચારેક મહિના પછી જ્યારે તે પાછી આવી
ત્યારે તેના દેહની કાંતિ જોઈને સ્ત્રીઓની ગુપ્ત ઈષ્યને પાર રહ્યો નહિ.
હેમંત ઋતુ આવી પહોંચી છે. બપોરની વખતે મઝલીવહુ લાંબા વખતના બીમાર સ્વામીને માટે એક ઊનને ગલપટે ગૂંથતી હતી. પાસે બેઠે બેઠે છોકરે રમત હતો. તેની નજર પડતાં તે કલબલ કરી ઊઠો, “બા, કાકી આવ્યાં.”
માએ હાથમાંનું કામ મૂકી દઈને ઉતાવળે ઉતાવળે નમ'સ્કાર કરીને આસન પાથરી આપ્યું. હસતે મોઢે પૂછયું : “શરીર સારું થઈ ગયું, દિદિ!”
લક્ષ્મીએ કહ્યું, “હા, થયું છે, પણ કદાચ ન થાત, પાછી નયે આવી હત. એમ છતાં જતી વખતે તમે એક વખત તપાસ પણ કરી નહિ. આ રસ્તો તમારી બારી તરફ જેતી જતી ગઈ, જરા પડછાય સરખાયે નજરે પડશે નહિ. બીમાર બહેન ચાલી જાય છે, છતાં જરા સરખી લાગણી પણ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org