________________
છબી
બીજી એક વસ્તુ મેં બરાબર જોઈ હતી. સાપ પકડવાનું બાનું મળતું કે તરત વિલાસી અનેક રીતે વધે નાખવાને પ્રયત્ન કરતી–આજ શનિવાર છે, આજ મંગળવાર છે, એમ કેટલાંય બહાનાં કાઢતી. મૃત્યુંજય હાજર ન હોય તે તે તે આવેલા માણસોને ચક્કસ ભગાડી મૂકતી. પરંતુ હાજર હેય ત્યારે મૃત્યુંજય નગદ રૂપિયાનો લેભ ખાળી શકતો નહિ. અને મને તો એક પ્રકારનું વ્યસન જ થઈ પડયું હતું. અનેક રીતે તેને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં કશી કચાશ રાખતો નહિ. ખરું જોતાં એ કામમાં મા સિવાય જોખમ ક્યાંય હતું, એ વાત મારા મનમાં જ ઊગતી નહિ. પરંતુ એ પાપને દંડ મારે એક દિવસ સારી પેઠે આપવો પડ્યો.
તે દિવસે દેઢેક કેસ દૂર એક ગોવાળિયાને ઘેર સાપ પકડવા ગયા હતા. વિલાસી દર વખતે સાથે જ રહેતી, આજે પણ હતી. માટીના ઘરની જમીન જરાક ખોદતાં જ એક દરનું ચિહ્ન મળી આવ્યું. અમારા કેઈન લક્ષમાં આવ્યું નહિ. પણ વિલાસી તો ગાડીની દીકરી,–તે નીચી નમી કેટલાક કાગળના ટુકડા ઉપાડી મને કહેવા લાગી, --“મહારાજ, સાવચેતીથી કામ કરજો. સાપ એક નથી. એક જેડું છે જ, પણ કદાચ વધારે પણું હાય.”
મૃત્યુંજય બોલ્યો, “આ લકે તે કહે છે કે એક જ સાપ આવી ભરાય છે, એક જ જવામાં આવ્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org