________________
વિલાસી
વગેરે કામે મેં એવી બેફિકરાઈથી કરવા માંડ્યાં હતાં કે એ બધું યાદ આવતાં મારું આજે પણ શરીર ધ્રુજી ઊઠે છે.
ખરી વાત એ છે કે, સાપ પકડે એ પણ મુશ્કેલ નથી, તથા પકડેલા સાપને બેચાર દિવસ હાંલ્લીમાં પૂરી રાખ્યા પછી તેનો ઝેરી દાંત પાડી નાખેલે હોય કે ન હોય, કેમે કર્યો તે કરતા પણ નથી ફેણ ઊંચી કરી કરડવાનો ઢોંગ કરે, ભય બતાવે, પણ કરડે નહિ.
વચ્ચે વચ્ચે અમો ગુરુશિષ્ય સાથે વિલાસી દલીલ કરતી. ગારુડી લકનો સૌથી વધુ નફો મળે એવો ધંધે જડીબુટ્ટી વેચવાનો છે—જે બુટ્ટીને જોતાં વેંત જ સાપને નાસતાં ભય ભારે પડે છે. પરંતુ ત્યાર પહેલાં એક સામાન્ય કામ એ કરી લેવું પડે છે, કે જડીબુટ્ટી દેખીને ભાગી જનારા સાપના મે ઉપર એક લેટાનો સળિયે તપાવી બેચાર વાર ડામ દેવા પડે છે, ત્યાર પછી તેને જડીબુટ્ટી દેખાડો કે એકાદ લાકડું જ દેખાડે, તેને ક્યાં નાસવું તેની સૂઝ પડશે નહિ. આ કામની વિરુદ્ધ વિલાસી ભારે વાંધો ઉઠાવી મૃત્યુંજયને કહેતી, “જુઓ એમ કરી માણસને ઠગતા નહિ.”
મૃત્યુંજય કહેતે. “બધા જ કરે છે પછી તેમાં બેટું શું ?” વિલાસી જવાબ આપતી, “ભલે બધા કરે, આપણને તે ખાવાપીવાના સાંસા નથી, આપણે શા માટે વગર ફેગટના લેકેને ઠગવા જઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org