________________
મહેશ
એટલું બોલી તેણે પિતે જ પિતાને બે હાથે બે કાન ચીમળ્યા, અને આંગણાની એક બાજુએથી બીજી બાજુ સુધી નાકલિસોટી તાણ ઊઠી ઊભો થયો.
શિવુ બાબુ દયાભર્યો અવાજે બોલ્યા, “ઠીક, જા, જા, થયું, થયું. ફરી કદી આવી અક્કલ લડાવીશ નહિ.”
વાત સાંભળી બધાનાં રૂંવાડા ખડાં થઈ ગયાં અને માત્ર બાબુજીના પુણ્યપ્રભાવને લીધે તથા શિક્ષાના ડરથી જ એ મહાપાતક થતું અટક્યું એ બાબતમાં કેઈને લેશ પણ સંશય રહ્યો નહિ. તકરત્ન હાજર હતા, તેમણે ગે શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા કરી આપી, તથા શા માટે આ ધર્મજ્ઞાનહીન શ્લેષ્ઠ જાતિને ગામની નજીક વસવાટ કરવા દેવાને નિષેધ છે. એ ખુલ્લું કરી બધાનાં જ્ઞાનનેત્ર ખોલી દીધાં. | ગફુરે એક વાતને જવાબ દીધે નહિ. ઠીક બદલે મળે છે, એમ મનમાં માની, અપમાન તથા બધો તિરસ્કાર વિનયપૂર્વક માથે ચડાવી પ્રસન્ન ચિત્તે ઘેર પાછા આવ્યા. પાડોશીઓને ઘેરથી ઓસામણ માગી લાવી મહેશને પિવડાવ્યું તથા તેને શરીરે, માથે અને શીંગડે વારવાર હાથ ફેરવી અસ્કટ અવાજે કિંઈ કેટલુંય બોલવા લાગ્યા.
'ના.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org