SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ હરિલક્ષ્મી મઝલી-વહુએ આશ્ચર્ય બતાવી કહ્યું, “પાંચ છ દિવસ ને આવ્યાં ? હશે કદાચ, પણ આજે તે પછી બે કલાક વધારે રહીને ગેરહાજરીનું સાટું વાળવું જોઈએ.” લક્ષ્મી બોલી, “હું, પણ હું જે માંદી જ પડી હેત – મઝલી-વહુ તમારે એક વખત તપાસ તે કરી જવી જોઈતી હતી ?” ' મઝલી-વહુ શરમાઈને બેલી, “કરવી તે જોઈતી જ હતી, પણ ઘરમાં પાર વિનાનું કામ–એકલી પડ, કેને વળી મોકલું, બેલે ! ગમે તેમ પણ ભૂલ થઈ એટલું તો કબૂલ કરું છું, દિદિ.” લક્ષ્મી મનમાં મનમાં આનંદ પામી. આ કેટલાક દિવસ તે અત્યન્ત અભિમાનને લીધે આવી શકી ન હતી તેમ છતાં રાત દિવસ જાઉં જાઉં કરવામાં જ વીત્યાં હતાં. આ મઝલીવહુ સિવાય માત્ર ઘરમાં જ નહિ પણ આખા ગામમાંય બીજું કઈ એવું ન હતું જેની સાથે એ મેકળે મને ભળી શકે. છેક તલ્લીન થઈ ચિત્રો જેતે હતો. હરિલક્ષ્મીએ તેને બેલાવી કહ્યું, “નિખિલ, પાસે આવ તો, ભાઈ.” તે પાસે આવ્યો એટલે લક્ષ્મીએ પેટી ઉઘાડીને એક સેરને સેનાને હાર તેના ગળામાં પહેરાવી દઈ કહ્યું, “જા, રમ્યા કર, માનું મુખ ગંભીર થઈ ગયું. તેણે પૂછયું, “આપે એ આપી દીધો કે શું?” લક્ષ્મીએ હસતે મેઢે જવાબ આપ્યો, “આપી દીધો નહિ તે?” ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy