________________
છબી
મઝલી–વહુએ કહ્યું, “આપે તે આ પણ એ લેશે શાને!”
લક્ષ્મી ઝંખવાણું પડી બોલી, “મેટી કાકી શું એક હાર પણ ન આપી શકે ? ”
મઝલી-વહુ બેલી, “એ ન જાણું, દિદિ, પણ એટલું જરૂર જાણું છું કે, હું મા થઈને પણ લાવી આપી શકતી નથી. નિખિલ, એ કાઢી નાખીને તારાં જેઠાઈમાને આપી દે, દિદિ, અમે ગરીબ છીએ પણ ભિખારી નથી. ગમે તે કઈ કીમતી ચીજ એકદમ મળી જતાં બે હાથ લાંબા કરી લઈ લઈએ એવાં નથી.”
લક્ષ્મી સ્તબ્ધ થઈ બેસી રહી. આજ પણ એના મનમાં થવા લાગ્યું, “ધરતીમાતા ! મારગ આપે.”
જતી વખતે એણે કહ્યું, “આ શબ્દો તમારા જેને કાને પહોંચશે, મઝલી-વહુ.”
મઝલી-વહુ બેલી, “એમને ઘણું શબ્દો મારે કાને આવે છે; મારે એકાદ શબ્દ એમને કાને જશે તે કાન કંઈ અપવિત્ર નહિ થઈ જાય.”
લક્ષ્મીએ કહ્યું, “વારુ, પરીક્ષા કરી જશે એટલે થયું.” જરાક અટકીને બેલી, “મારું ખાખા અપમાન કરવાની જરૂર નહોતી, મઝલી-વહુ, મને પણ સજા કરતાં આવડે છે.”
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org