________________
મુકદમાનું ફળ
વૃદ્ધ વૃંદાવન સામંતના મૃત્યુ બાદ તેના બે છોકરા શિવ અને શંભુ સામતે રેજ લડાઈ-ઝઘડા કરતાં કરતાં છએક માસ એકચૂલે એક ઘરમાં કાવ્યા. ત્યાર બાદ એક દિવસ તેઓ જુદા થઈ ગયા.
ગામના જમીનદાર ચૌધરી મહાશયે જાતે આવીને તેમનાં ઘર-ખેતર, દર-દાગીના, વાડી–તળાવડી, બધું વહેચી આપ્યું. નાને ભાઈ સામેની તળાવડીની પેલી બાજુ બેએક માટીના કૂબા તૈયાર કરી, નાની વહુ તથા છેકરાં-છૈયાને લઈ વાસ છોડી નીકળી ગયો.'
બધું જ વહેંચાઈ ગયું હતું. ફક્ત એક નાનું વાંસનું ઝાડ વહેંચાયું નહોતું. કારણ, શિવુએ વાંધે નાંખી કહ્યું, “ચૌધરી મહાશય! વાંસનું ઝાડ તે મારે જોઈશે જ. ઘરબાર બધું જૂનું થઈ ગયું છે, છાપરામાં વળી–ખપાટિયાં બદલવામાં ટેકણ–બેકણ દેવામાં વાંસની મારે રોજ જરૂર પડવાની. ગામમાં "કોની પાસે માગવા જાઉં, બેલે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org