________________
- છબી
નહિ. શિવુ ઉદાસ કઠે બે, “હમણું રહેવા દે પાંચુ ! પહેલાં તે પાછી આવે–ત્યારબાદ - પાંચુ વાંધો લઈ બે, “ ત્યાર બાદ વળી શું થવાનું સામંત મહાશય? ઊલટું બહેન પાછાં ફરે ના ફરે તેટલામાં જ કામ પૂરું કરવું જોઈએ. તે આવી ચડે તે કદાચ પછી ન જ બને.”
શિવ કબૂલ થયો. પરંતુ પિતાના ખાલી ઘર તરફ જોતાં બીજા ઉપર વેર લેવાનું જોર તેનામાં રહેતું નહતું. અત્યારે પાંચુના જોર ઉપર જ તેનું કામ ચાલતું હતું.
બીજે દિવસે રાત પૂરી થતા પહેલાં જ તેઓ કચેરીના સિપાઈ વગેરેને લઈને બહાર નીકળી પડ્યા. રસ્તામાં પાંચુએ જણાવ્યું, “મહા મહેનતે ખબર મળી છે, શંભુએ તેને પાંચલાના સરકારી પુલના કામમાં નામ છુપાવી ભરતી કરી લીધો છે ત્યાં જ તેને ગિરફતાર કરવો પડશે.”
શંભુ અત્યાર સુધી ચૂપ રહ્યો હતો, હજુ પણ ચૂપ રહ્યો.
તેઓ જ્યારે ગામમાં દાખલ થયા ત્યારે બપોર થઈ ગયા હતા. ગામને એક છેડે એક મોટું મેદાન માણસે, લાકડાં –લોઢાં, એંજિન–સંચાથી ઠસોઠસ ભરેલું હતું. ચારેબાજુ નાનાં નાનાં પડાં બાંધી મજૂરો રહેતા હતા. ઘણી પડપૂછ કર્યા બાદ એક જણે કહ્યું, ' જે છોકરા સાહેબનું બંગાળી લખવા વાંચવાનું કામ કરે છે તે ને ? તેનું ઘર આ રહ્યું.”
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org