________________
અભાગીનું સ્વર્ગ તથા આવેશથી બાવરે બની જઈ છેક ઉપર ચડી આવ્યો હતો. અધરરાય તે જ વખતે સંધ્યાપૂજન તથા શેડોઘણો નાસ્ત કરી બહાર આવ્યા હતા, અચંબા અને ગુસ્સા સાથે બોલ્યા, “કોણ છે ?”
હું કાંગાલો. દરવાનજીએ મારા બાપુને માર્યા.” “સારુ, કર્યું. હરામજાદાઓ મહેસૂલ નહિ ભર્યું હોય !”
કાંગાલી બોલ્યો, “ના બાબુ મોશાય બાપુ ઝાડ કાપતા હતા, –મારી મા મરી ગઈ છે.—–” બોલતાં બોલતાં તે રડવું ખાળી શક્યો નહિ.
- સવારના પહોરમાં આ રેકકળથી અધરબાબુ અત્યંત ગુસ્સે થઈ ગયા. છોકરે મડદાને અડીને આવ્યો છે, કોણ જાણે અહીંની કશી વસ્તુને અડી તે નહિ પડ્યો હોય! ધમકાવીને બેલ્યા, “મરી ગઈ છે તો જા નીચે જઈને ઊભો રહે, અરે , કઈ છે કે, અહીં જરા ગે-મૂતર છાંટી દે. શી નાતને છોકરો છે તું ?”
કાંગાલી ડરતા ડરતે આંગણામાં જઈ ઊભો રહી બલ્ય, “અમે જોઈ છીએ.”
અધરબાબુ બોલ્યા, “ભોઈ ભોઈના મડદાને વળી લાકડાં હેતાં હશે, બેલ જોઉં!”
કાંગલી બોલ્યો, “મા મને આગ દેવાનું કહી ગઈ છે! તમે પૂછી જુઓને બાબુ મશાય, બધાને કહી ગઈ છે! બધાએ સાંભળ્યું છે!” માની વાત બોલવા જતાં તેણે ક્ષણે
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org