________________
હરિલક્ષ્મી
હરિલક્ષ્મી જરા હસીને બોલી, “શરમ કોની ? ગામના લોક શું તેમને શરીરે જડાઉ ઘરેણું જેવાને આતુર થઈ ગયા છે કે જોવા ન મળે તે ફિટકાર વરસાવે ?”
શિવચરણ બે, “જડાઉ ઘરેણું મેં તને જે આપ્યાં છે, તે ઘરેણાં ક્યા સાળાના બેટાઓ નજરે પણ દેખ્યાં છે ? બૈરીને આજ સુધી બે એક ચૂડી સિવાય બીજું કંઈ ઘડાવી શકે નથી! બાપુ ! કલદારની કરામત અજબ છે. ખાસડું મારીને—”
હરિલક્ષ્મીને દુઃખ થયું. તે અતિશય શરમાઈ જઈ બોલી, “છિ, છિ, આ બધું તમે શું બેલે છે ?”
| શિવચરણ બે, “ના ના. મારી પાસે કશું ઢાંકવા છુપાવવાનું ન મળે, જે બેલું તે ખુલ્લે ખુલ્લી વાત.”
હરિલક્ષ્મી જવાબ આપ્યા વિના આંખ મીંચી સૂઈ રહી. બલવાનું હોય પણ શું ? આ લેકે નબળા માણસની વિરુદ્ધમાં અત્યંત અપ્રિય શબ્દ કઠેર અને કર્કશ રીતે બોલવા એને જ
સ્પષ્ટવાદિતા માને છે ! શિવચરણ શાંત પડવો નહિ, બોલવા લાગે, “લગન કરવા પાંચસો રૂપિયા વ્યાજે લઈ ગયે છે; તે વ્યાજ અને મુદ્દલ મળી સાત આઠસો થઈ ગયા છે, તેને
ખ્યાલ છે ? ગરીબ થઈ એક ખૂણે પડી રહેવું હોય તે રહે, નહિ તે મરછમાં આવે તે કાન પકડી હાંકી કાઢી શકું એમ છું. નેકરડી થવાની લાયકાત નહિ, ને મારા ઘરનાંની આગળ ગુમાન ?”
હરિલક્ષ્મી પાસું ફેરવી સૂઈ ગઈ. બીમારી ઉપરાંત ચીડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org