________________
બા-થિન ચિત્રકાર હતો. તેની છેલ્લી છબી તેણે એક સોદાગર મારફતે રાજાના દરબારમાં મોકલાવી હતી. રાજાએ છબીને સ્વીકાર કર્યો હતો, તેમજ ખુશ થઈને પિતાના હાથે ઉપરની મોંઘામૂલી વીંટી ઇનામ તરીકે આપી હતી.
આનંદથી મા-શેયેની આંખે આંસુ આવ્યાં. તે તેની પાસે ઊભી રહીને મૃદુકંઠે બોલી, “બા-થિન, જગતમાં તમે સૌથી મેટા ચિત્રકાર થશે.”
બા-થિન હસીને બે, “બાપુનું દેવું ચૂકતે કરી શકીશ એમ લાગે છે.”
વારસાહકથી મા–શેયે જ અત્યારે તેની એકની એક લેણદાર હતી. તેથી આ વાતથી તે બધા કરતાં વધારે લજા પામતી. તે બોલી, “તમે જે વારંવાર મને આ પ્રમાણે ટાણે મારશે, તે હવે હું તમારી પાસે આવીશ જ નહિ.”
બા–ચિન ચૂપ રહ્યો. પરંતુ દેવાને કારણે પોતાની મુક્તિ થશે નહિ, એ મહા દુઃખદાયક વાત યાદ આવતાં તેનું સમસ્ત અંતર જાણે કંપી ઊઠયું.
બા–ચિનને પરિશ્રમ આજકાલ અત્યંત વધી ગયો છે. જાતક-કથામાંથી તે એક નવી છબી તૈયાર કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org