________________
પિ–થિન હિંમત આવતાં બે, “તમારી તે દેવે પણ કામના કરે, મા-શે, હું તે માણસ છું.”
મા– એ અન્યમનસ્કની પેઠે જવાબ દીધે, “પણ જે નથી કરતે, તે તે ત્યારે દેવથી પણ મોટો હો જોઈએ.”
પરંતુ આ પ્રસંગને તેણે આગળ વધવા દીધું નહિ, તે બેલી, “મેં સાંભળ્યું છે કે, દરબારમાં આપની પુષ્કળ લાગવગ છે.–મારું એક કામ ન કરાવી આપે ? ખૂબ જલદી ?”
પિ–થિને ઉત્સુક થઈને પૂછયું, “શું?”
“એક જણ પાસે મારા ઘણું પૈસા લેણું છે. પણ તે વસૂલ થતા નથી. કાંઈ લખાણ છે નહિ. આપ કશે ઉપાય કરી શકશે ?”
“ કરી શકીશ. પણ એ ખાતાને અમલદાર કોણ છે એ તમે શું નથી જાણતાં ?” એટલું બેલી તે માણસ હસ્યો. એ હાસ્યની અંદર સ્પષ્ટ ઉત્તર હતા. મા-શો અધીરી બની તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org