________________
મુકદમાનું મૂળ
ખેંચી લઈ, તેને કમરે વીંટાળી જવાની તૈયારી કરવા લાગ્યો. તેટલામાં જ ગંગામણિ તપી જઈ બોલી, “આજ છઠને દિવસે પારકે ઘેર ભીખીને ખાઈ આવ્યું તો તારી શી વલે કરું છું તે જેજે, અભાગિયા.”
ગયારામે જવાબ આપ્યો નહિ. રસોડામાં ઘૂસી એકાદ ચાંગળું તેલ લઈ માથામાં ઘસતાં ઘસતો તેને બહાર જ જેઈ કાકી–મા આંગણે આવી ડર બતાવી ત્યાં –“અભાગી ક્યાંને ! ઠાકોર–દેવતા સાથે મસ્તી ! ડૂબકે મારી પાછો ન ચાલ્યો આવ્યો, તો ભૂંડી વલે કરીશ એ કહી દઉં છું તને, આજ હું ખિજવાઈ રહેલી છું.”
પરંતુ ગયારામ ડરે એ નહોતે, તે ફક્ત દાંત કાઢી કાકી-માને ડીંગો બતાવી દેટ મૂકી ચાલ્યા ગયે.
ગંગામણિ તેની પાછળ પાછળ રસ્તા સુધી આવી બૂમે પાડવા લાગી, “આજ છઠને દિવસે વળી કેના છોકરા રાંધેલું ખાય છે, કે તું ખાવાને ? ચકતી-ગોળના સંદેશની, ચંપાકેળાંની, દૂધ-દહીંની ફરાળ કર્યો નહિ ચાલતું હોય, તે પારકે ઘેર ભીખી ખાવા ચાલ્યા ! કૈવર્તન ઘરમાં તું કંઈ નવાબ થઈને જન્મે છે ?”
ગયારામ જરા દૂર જઈ પાછો ફરી ઊભો રહી બોલ્યો, “ત્યારે તેં આપ્યું કેમ નહિ, બન્યા–મેની? કેમ કહ્યું કે કશું નથી ?'
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org