________________
હરિલક્ષ્મીનું રેગિષ્ટ શરીર બરાબર સારું થતાં આ વખતે બહુ વખત લાગે. લગભગ એકાદ વરસ પછી એ બેલપુર પાછી આવી. માત્ર જમીનદારની લાડકી પત્ની તરીકે જ નહિ પણ ભર્યાભાદર્યા કુટુંબની ગૃહિણી તરીકે. મહલ્લાની સ્ત્રીઓ ટોળે વળી જેવા આવી. જે સંબંધમાં મેટી હતી તે આશીર્વાદ આપતી, જે નાની હતી તે પ્રણામ કરીને ચરણરજ લેતી. આવી નહિ માત્ર વિપિનની સ્ત્રી. એ આવશે નહિ એમ હરિલક્ષ્મી જાણતી હતી. આ એક વરસમાં એમનું શું થયું છે, બધા ઉજદારી અને દીવાની કે તેમની સામે ચાલતા હતા એનું શું પરિણામ આવ્યું છે, વગેરે બધા સમાચાર કેઈની પણ પાસેથી જાણવાને એ પ્રયત્ન કરતી નહિ. શિવચરણ કદીક ઘેર, તો કદીક પશ્ચિમમાં, સ્ત્રીની પાસે જઈ રહેતા. જ્યારે જ્યારે મેળાપ થતું ત્યારે સૌથી પહેલાં એના મનમાં એ લેકની વાત યાદ આવતી, તેમ છતાં પણ એકે દિવસ એણે સ્વામીને પૂછ્યું નહિ. પ્રશ્ન પૂછતાં જાણે એને બીક લાગતી. મનમાં થતું કે આટલા દિવસે ગમે તેમ પણ
૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org