________________
હરિલક્ષમી
જેને લઈને આ વાર્તાની ઉત્પત્તિ થઈ, તે વાત બહુ શુદ્ધ છે; છતાં એ શુદ્ર બનાવને લીધે હરિલક્ષ્મીના જીવનમાં જે કાંઈ બની ગયું, તે લુક પણ નથી, તુચ્છ પણ નથી. જગતમાં એમ જ બને છે. બેલપુરના બે ભાગીદાર હતા. શાંત નદીકિનારે મોટા જહાજની પાસે માછીના નાના હાડકાની પિઠે બંને એકબીજાને પડખે બંધાયેલા નિર્વિને રહેતા હતા. એમાં અકસ્માત કે જાણે ક્યાંથી ઊડતા વળિયાએ આવી જ ઉછાળી વહાણનું દોરડું તોડી નાંખ્યું, અને એક ક્ષણમાં પેલા શુદ્ર હેડકાના શી રીતે ભુક્કા ઊડી ગયા, તેને પત્તો સરખો લાગ્યો નહિ.
બેલપુર તાલુકે કંઈ મોટી મતા નથી. પ્રજા ઉપર બહુ દબાણ કરે તોયે આવક બારેક હજારથી વધતી નથી, પરંતુ સાડા પંદર આનાના ભાગીદાર શિવચરણ આગળ બે પાઈ જેટલા અંશના ભાગીદાર વિપિનવિહારીને જે જહાજ પાસે બાંધેલા હાડકાની ઉપમા આપીએ, તો તેમાં અતિશયોક્તિ કરવાને અપરાધ કરીએ છીએ એવું અમને નથી લાગતું !
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org